જો કોંગ્રેસ મોવડી મંડળ મંજૂરી આપશે તો તેઓ ચૂંટણી ભવિષ્યમાં લડી પણ શકે
Abdul Hafiz Lakhani siyasat.net
કોંગ્રેસના દીવગંત મોટા ગજાના નેતા અહમદ પટેલ ના સુપુત્ર ફૈસલ પટેલે ગઈકાલે અમદાવાદ મહાનગર પાલિકા ની ચૂંટણી માટે કોંગ્રેસ ના પ્રચાર દરમિયાન કાળુપુર વિસ્તારમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ મોવડી મંડળ મંજૂરી આપશે તો તેઓ ચૂંટણી ભવિષ્યમાં લડી પણ શકે.
જો કે અગાઉ તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે મારા મરહૂમ પિતા જી એ વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ગરીબ, કચડાયેલા વર્ગો ની અને લઘુમતી સમાજ ની સેવા કરી, તે રીતે જ હું કામ કરીશ. પક્ષના હિત ખાતર મોવડી મંડળ જે સૂચના આપશે તે પ્રમાણે હું કામ કરીશ.
અગાઉ તેમણે થોડા સમય પહેલા રસપ્રદ રીતે એ આઈ એમ આઈ એમ ના પ્રમુખ અસાસુદ્દીન ઓવેશી ને ‘ટેકો’ આપતાં જણાવ્યું હતું કે તેઓ એક ખુબ જ સારા સિનિયર નેતા છે તેમનો પક્ષ ગરીબ, કચડાયેલા અને લઘુમતીઓ માટે સારું કામ કરે છે મારે તેમની સાથે સારા સંબંધો છે.
કોરોના મહામારી નો ભોગ બનેલા કોંગ્રેસના ટોચના નેતા અહમદ પટેલ ના સુપુત્ર ફેસલ પટેલ સતત પણે રાજકારણમાં નહી આવવાની વાતો દોહરાવી રહ્યા છે, તેઓ એમ કહેતા આવ્યા છે કે હું અને મારો પરિવાર પિતાશ્રીના સેવા ના કંડારાયેલા માર્ગ પર જ આગળ જશું.
ફેશલ પટેલના આ છેલ્લા નિવેદન થી ગુજરાત કોંગ્રેસ માં ચર્ચા નો દૌર શરૂ થશે. આગામી વિધાન સભા ની ચુંટણી માં તેઓ ને કોંગ્રેસ ની ટીકીટ મળે તેવી ચર્ચા જોર પકડશે.
(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based website, powered by Gujarat siyasat, a Fortnightly)
An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism
To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net
Your little but timely support is needed۔
Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA
Also on Phone pay, Paytm,Google pay +91 9925531111
We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.
सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।
Regards,
Abdulhafiz Lakhani
editor@siyasat.net