આંતરધાર્મિક સંવાદ કોઈ અપરાધ નથી, મૌલાના કલીમ સિદ્દીકીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે: SIO

0
1025

Ahmedabad siyasat.net

પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન મૌલાના કલીમ સિદ્દીકી અને તેમના સહયોગીઓની ધરપકડ સાંપ્રદાયિક શાસક પક્ષ દ્વારા આંતર-ધાર્મિક સંવાદોને અંકુશમાં રાખવા અને યુપીની ચૂંટણી પહેલા કોમી નફરત ફેલાવવાનો નિમ્ન પ્રયાસ છે.

એક અખબારી યાદી માં મોહમ્મદ સલમાન અહેમદ
રાષ્ટ્રીય પ્રમુખ, સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) એ કહ્યું છે કે મૌલાના કલીમ સિદ્દીકી મૈત્રીપૂર્ણ આંતરધર્મ સંવાદ દ્વારા સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે વિવિધ ધર્મના લોકોમાં આદરણીય છે. તેઓએ વિવિધ કોમો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ દૂર કરવા અને એકબીજાને સારી રીતે સમજવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આ આક્ષેપમાં કોઈ સત્ય નથી કે તેઓએ બળજબરીથી અથવા કોઈ ખાસ હેતુ માટે લોકોનું ધર્માંતરણ કર્યું. ઉત્તરપ્રદેશ ATS દ્વારા દાખલ કરવામાં આવેલી FIR સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે.

અમે માનીએ છીએ કે મૌલાના સિદ્દીકીને ચૂંટણી લાભ માટે યુપી સરકારે બલિનો બકરો બનાવ્યો છે. અમે આવી ધરપકડની સખત નિંદા કરીએ છીએ અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરીએ છીએ. નિર્દોષ મુસ્લિમો પર સતત દમન નિંદનીય છે અને આ તાત્કાલિક બંધ થવું જોઈએ. આવી ક્રિયાઓ માત્ર અશાંતિનું વાતાવરણ ઊભું કરશે અને દેશના સામાજિક માળખા માટે હાનિકારક હશે.

આપણા બંધારણમાં કોઈ પણ ધર્મનો અભ્યાસ કરવાનો કે ઉપદેશ આપવાનો અધિકારનો સમાવેશ થાય છે. યુપીનો ધર્મ વિરોધી કાયદો આ સ્વતંત્રતાઓનું ઉલ્લંઘન કરે છે અને સામાન્ય માણસને પરેશાન કરવાનું સાધન માત્ર બની ગયો છે. અમને આશા છે કે આદરણીય અદાલતો બંધારણીય મૂલ્યોનું પાલન કરશે અને આવા કાયદાઓને અટકાવશે.

(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)