અસદદુદ્દીન ઓવેસી પ્રત્યે BJP ને એવો તો કેવો પ્રેમ છે???અતિક અહેમદ અને ઓવેસી ની મુલાકાત કરાવાનો એવો તો કયો કારણ છે???
By ધારાસભ્ય-ગ્યાસુદ્દીન શેખ Gujarat siyasat
ગઈ કાલે મેં પ્રેસ રિલીસ કરીને કુખ્યાત અપરાધી અતિક અહેમદ અને અસદુદ્દીન ઓ્વેસી ની મુલાકાત બાબતનો ઘટસ્પોટ કર્યો હતો.અતિક અહેમદ એક હાઈ-પ્રોફાઈલ ગુનેગાર છે. ઉત્તર-પ્રદેશની સરકારે કેન્દ્ર સરકારની મંજૂરીથી તેને ગુજરાતની જેલમાં ટ્રાંસફર કર્યો છે.અતિક અહેમદની મુલાકાત લેવી હોય તો એના પરિવાર સિવાય કોઈને મંજૂરી મળે નહિ.જયારે અસદદુદીન ઓવેસી થર્ડ પાર્ટી હોવા છતાં જયારે ઓ્વેસી 4 દિવસ પેહલા મુલાકાત માટેની મંજૂરી માંગે છે.ત્યારે તાત્કાલિક જેલ IG ગુજરાત,હોમ ડીપાર્ટમેન્ટમાં મોકલી આપે છે.હોમ ડીપાર્ટમેન્ટ તેને તરત કેન્દ્ર સરકારમાં મોકલી આપે છે મંજૂરી માટે અને કેન્દ્ર સરકારની મંજૂરી તેને તાત્કાલિક મળી પણ જાય છે.પછી મંજૂરી ઉત્તર પ્રદેશ યોગી સરકાર માં મંજૂરી માટે જાય છે ત્યાં પણ મંજૂરી મળી જાય છે અને મંજૂરી પરત ગુજરાત સરકાર પાસે આવે છે અને ગુજરાત સરકાર પણ તેને મંજૂરી આપી દે છે.ફક્ત 3 દિવસમાં આખી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
એવા તો કયા કારણો છે???
અસદદુદ્દીન ઓવેસી પ્રત્યે BJP ને એવો તો કેવો પ્રેમ છે???
અતિક અહેમદ અને ઓવેસી ની મુલાકાત કરાવાનો એવો તો કયો કારણ છે???
કારણ ફક્ત એક જ છે UP ની ચૂંટણી ને ધ્યાને લઇ મુસ્લિમ મતોના વિભાજન કરવા માટે અતિક અહેમદનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ઓવેસીને હાથો બનાવી BJPના રિમોટ કંટ્રોલ થી UPમાં મુસ્લિમ ઉંમેદવાર ઉભા રાખવાનો પ્રયાસ થયી રહ્યો છે.એના જ ભાગરૂપે આ મુલાકાતનો આયોજન કરવામાં આવ્યો હતો.પરંતુ જયારે મને જાણ થયી તો મેં તાત્કાલિક ગૃહ વિભાગમાં અને અહમદાવાદ પોલીસ માં તપાસ કરી તો ગઈ કાલ સવારે મને માહિતી મળી કે મુલાકાતને મંજૂરી આપી દેવામાં આવી છે.સાબિર કાબલીવાલાએ પોતાના લેટરપેડ પર પણ મંજૂરીની જાહેરાત કરી હતી અને સમગ્ર ટાઈમ ટેબલ પણ જાળવ્યું હતું. એટલે સાબિત થાય છે કે મંજૂરી મળી ગયી હતી.
પરંતુ જયારે મેં પ્રેસ રિલીસ કરીને ગંભીર આક્ષેપો કર્યા-
BJP અને અસદદુદ્દીન ઓવેસીની મીલીભગત છે. BJP ઓવેસીનો ઉપયોગ ઓક્સિજનની જેમ દેશમાં અને UPમાં કરવા માંગે છે એના ભાગ રૂપે આ મુલાકાત થવા જઈ રહી છે. એવા તો ક્યાં કારણ છે અતિક અહેમદ પર 268 લાગેલી છે એના પરિવાર જનો પણ મુલાકાત કરી સકતા નથી છતાં થર્ડ પાર્ટીને એટલે ઓવેસીને આટલી ઝડપે આખી પ્રોસેસ કરીને કેમ મંજૂરી આપી દેવામાં આવે છે???
જયારે BJPને ડર લાગ્યો કે અમારી આખી સાઝિશનો પરદાફાસ થઇ ગયો છે એટલે તાત્કાલિક BJPએ ફેસ-સેવિંગ માટે જેલ IGને ગાંધીનગર બોલાવી રાત્રે 9 વાગે જે મંજૂરી આપવામાં આવી હતી એને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)
An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism
To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net
Your little but timely support is needed
Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA
Also on Phone pay, Paytm,Google pay +91 9925531111
We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.
सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।
Regards,
Team siyasat dot net
Ahmedabad.Gujarat india