ભાજપ સરકાર ગુજરાતને દેવાળીયું બનાવી દેશે : ગ્‍યાસુદ્દીન શેખ 

0
1031

 

ગાંધીનગર.  Gujarat siyasat

આજરોજ પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખનો રાજ્‍યના જાહેર દેવા અંગેનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું છે કે, રાજ્‍યનું વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ અંદાજ મુજબનું જાહેર દેવું રૂ. ૨,૬૭,૬૫૦ કરોડ થયું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્‍યના દેવામાં રૂ. ૨૭,૭૧૪ કરોડ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૭,૩૪૬ કરોડનો વધારો નોંધાયો છે.
રાજ્‍ય સરકારે વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં દેવા પેટે ચૂકવેલ મુદ્દલ રૂ. ૧૫,૪૩૨ કરોડ હતું, જ્‍યારે વ્‍યાજ પેટે રૂ. ૧૮,૦૭૭ કરોડ ચૂકવવામાં આવ્‍યા છે, જ્‍યારે વર્ષ ૨૦૧૯-૨૦માં મુદ્દલ પેટે રૂ. ૧૬,૬૫૫ કરોડ અને વ્‍યાજ પેટે રૂ. ૨૦,૩૨૨ કરોડ ચૂકવવામાં આવ્‍યા છે. છેલ્લા બે વર્ષમાં મુદ્દલ પેટે રૂ. ૩૨,૦૮૭ કરોડ અને વ્‍યાજ પેટે રૂ. ૩૮,૩૯૯ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦-૨૧ના રાજ્‍યના દેવાનું કદ રૂ. ૨,૮૮,૯૧૦ કરોડ જેટલું વિશાળ હતું. રાજ્‍યમાં દેવામાં રૂ. ૪૬,૭૬૬ કરોડના વધારાનો અંદાજ હતો, જેમાં રૂ. ૧૫,૦૦૦ કરોડનો વધારો અંદાજવામાં આવેલ છે અને દેવું સુધારીને રૂ. ૬૧,૨૬૮ કરોડ કરવામાં આવ્‍યું છે, જેનાથી વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્‍ય સરકારનું દેવું રૂ. ૨.૯૬ કરોડ રહેશે તેવો અંદાજ મૂકવામાં આવ્‍યો હતો, વર્ષ ૨૦૨૧-૨૨માં પણ રાજ્‍યના દેવામાં રૂ. ૫૦,૭૫૧ કરોડનું નવું દેવું કરવામાં આવશે તેવો અંદાજ મૂકવામાં આવ્‍યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં રાજ્‍યનું દેવું રૂ. ૩,૫૦,૦૦૦ કરોડથી પણ વધવાનો અંદાજ છે.
આમ, રાજ્‍ય સરકારના બજેટ કરતાં પણ સરકારનું દેવું રૂ. ૧.૩૪ લાખ કરોડ જેટલું વધારે હશે તેવો એક અંદાજ છે. દરેક ગુજરાતીના માથે અંદાજે રૂ. ૪૮ હજાર જેટલું દેવું છે, તે વધીને રૂ. ૫૩થી ૫૪ હજાર રૂપિયા થવાનો અંદાજ છે. ભાજપ સરકાર ગુજરાતને દેવાળીયું બનાવી દેશે તેમ શ્રી શેખે જણાવ્યું હતું.
(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)

An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism

To sustain and  improve our coverage.  Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net
Your little but timely support is needed۔ 
Bank  details،  GUJARAT SIYASAT, Current Account  204720110000318, ifsc code  BKID0002047  BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT  INDIA 
Also on Phone pay,  Paytm,Google pay +91 9925531111
We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.
सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।
Regards,
 Abdulhafiz Lakhani
editor@siyasat.net, Ahmedabad