અહમદ પટેલ ના સુપુત્ર ફૈસલ પટેલ ઓવેશી માટે શું બોલ્યા?

0
3306

By Abdul Hafiz Lakhani  siyasat.net

કોંગ્રેસના દીવગંત મોટા ગજાના નેતા અહમદ પટેલ ના સુપુત્ર ફૈસલ પટેલે ગઈકાલે જયપુર માં મીડિયા સાથેની વાતચીત માં ભાજપ પર ખેડૂતોના આંદોલન ના મુદ્દે શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત કોંગ્રેસ નેતાઓ માં એકતા ની જરૂર હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે રસપ્રદ રીતે એ આઈ એમ આઈ એમ ના પ્રમુખ અસાસુદ્દીન ઓવેશી ને ‘ટેકો’ આપતાં જણાવ્યું હતું કે તેઓ એક ખુબ જ સારા સિનિયર નેતા છે તેમનો પક્ષ ગરીબ, કચડાયેલા અને લઘુમતીઓ માટે સારું કામ કરે છે મારે તેમની સાથે સારા સંબંધો છે.

ફૈસલ પટેલે કહ્યું હતું કે, રાજસ્થાનમાં  ભાજપ નું operation lotus સફળ નહિ થાય. કોંગ્રેસ ના કાર્યકરો પક્ષ માં સંગઠિત છે. ગેહલોત સરકાર રાજ્ય માં પાંચ વર્ષ પૂરા કરશે. હું આ માટે પ્રાર્થના કરું છું.

રાજકારણમાં આપ ક્યારે જોડાશો ? તેવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મારા મરહૂમ પિતા જી એ વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ગરીબ, કચડાયેલા વર્ગો ની અને લઘુમતી સમાજ ની સેવા કરી, તે રીતે જ હું કામ કરીશ. પક્ષના હિત ખાતર મોવડી મંડળ જે સૂચના આપશે તે પ્રમાણે હું કામ કરીશ.

ખેડૂતો ના આંદોલન અંગે તેમણે કહ્યું કે, સરકારે જીદ છોડી દેવી જોઈએ. અને કૃષિ વિરોધી બીલો ને પાછા ખેંચી લેવા જોઈએ. અગાઉ જુનિયર પટેલ અજમેર શરીફ ગયા હતા. જ્યાં તેમણે દુઆ પણ કરી હતી. જયપુર માં તેઓ વકફ ઓફિસ પર ગયા હતા.

(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based website, powered by Gujarat siyasat, a Fortnightly)

An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism

To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net

Your little but timely support is needed۔

Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA
Also on Phone pay, Paytm,Google pay +91 9925531111

We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.

सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।

Regards,
Abdulhafiz Lakhani
editor@siyasat.net