High alert in Gujarat, security measures tightens

0
879

ગુજરાતમાં હાઈએલર્ટ, બીજી માર્ચથી અમદાવાદમાં કલમ 144 


અમદાવાદ   Siyasat news desk

બીજી માર્ચથી અમદાવાદમાં કલમ 144 લાગૂ પડશે. 16 માર્ચ સુધી તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશની સ્થિતિ અને ગુજરાતની સીમાઓની સંવેદનશીલતાને નજરમાં રાખીને ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. 2 થી 16 માર્ચ સુધી કલમ 144 લાગૂ રહેશે. આ દિવસો દરમિયાન કોઈ પણ પાર્ટી કે સામાન્ય લોકો કોઈ પણ પ્રકારનું સરઘસ પણ નહીં કાઢી શકે.

અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન

એલર્ટને લઈને અમદાવાદ પોલીસે એક્શન પ્લાન પણ ઘડી કાઢ્યો છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ સાથે બે હથિયાધારી ગાર્ડ રખાયા છે. જે સંકટ સમયે મદદમાં આવી શકશે. આ સાથે તમામ પોઇન્ટ પર પીએસઆઇ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ રાખીને એસીપી ડીસીપી દ્વારા સતત પોઇન્ટ ચેક કરાશે. એક એક શંકાસ્પદ વાહનોને ચેક કરવા સૂચના આપી દેવાઇ છે. આ સાથે તમામ પોઇન્ટ પર પણ હથિયારધારી ગાર્ડ તહેનાત કરાયા છે. આ માટે પોલીસ હેડક્વાર્ટરથી જરૂરી હથિયાર, બુલેટપ્રૂફ જેકેટ – હેલ્મેટ અપાયા છે.

સરહદી વિસ્તારમાં એલર્ટ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે ત્યારે ઠેર ઠેર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી છે. BSF સહિતની તમામ એજન્સીઓ સતર્ક છે. BSF અને ગુજરાત પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે 

 કેન્દ્ર સરકારની સીધી સૂચનાથી ગઈ કાલે ગુજરાતને પણ અલર્ટ કરવામાં આવ્યું અને ગુજરાત-પાકિસ્તાનને જોડતી કચ્છ તથા ઉત્તર ગુજરાતની સરહદને હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવી. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સિક્યૉરિટીનું વધારે ધ્યાન રાખવામાં આવતું હોવાનું કારણ સમજાવતાં ગુજરાતના ડેપ્યુટી મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ‘પાકિસ્તાન હુમલો કરે એવી સેન્સેટિવ બૉર્ડરમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.’

કચ્છના ધોરડોના રણથી માંડીને કાળા ડુંગર, હાજી પીર જેવા રસ્તાઓ પર આર્મીને મૂકવામાં આવી છે. કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ સ્ટૅન્ડ-બાય ડ્યુટી સાથે આર્મી-ટ%પ વધારી દેવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા સાથે જોડાયેલી પાકિસ્તાની સરદહ પર ટૅન્ક રેજિમેન્ટ વધારવામાં આવતાં આ નર્ણિયો લેવામાં આવ્યા છે.

આ બન્ને સરહદ પર અચોક્કસ મુદ્દત માટે સીમાદર્શન પણ બંધ કરવામાં આવ્યું છે તો કચ્છનું સફેદ રણ જોવાનો સમય પણ ઘટાડીને માત્ર ચાર કલાકનો કરી નાખવામાં આવ્યો છે.

અમદાવાદથી કચ્છ અને અમદાવાદથી બનાસકાંઠાને જોડતા હાઇવે પર પણ ઘ્ય્ભ્જ્ની બે ટ%પને મૂકવામાં આવી છે, જે રાઉન્ડ-ધ-ક્લૉક ડ્યુટી પર રહેશે અને ગતિવિધિઓ પર નજર રાખશે. સરહદ ઉપરાંત પોરબંદર, જામનગર, દ્વારકાના દરિયાકાંઠાએ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે; જ્યારે સોમનાથ મંદિર અને દરિયાકિનારે પ્રોટેક્શન વધારવામાં આવ્યું છે અને કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસને ડ્યુટી પર મૂકવામાં આવી છે. દરિયામાં માછીમારી કરતા માછીમારોને પણ મધદરિયેથી પાછા આવી જવાની સૂચના ગઈ કાલે સવારે આપી દેવામાં આવી હતી, જે સૂચનાને કારણે નેવું ટકાથી વધારે માછીમારો પાછા આવી ગયા છે.     .(courtesy  દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી )