કેમેરા સુરક્ષાના હેતુસર નાંખવામાં આવ્‍યા છે કે લોકોના ખિસ્‍સામાંથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પૈસા વસુલવા ?ગ્‍યાસુદ્દીન શેખનો ધારદાર સવાલ

0
1177

અમદાવાદ અને વડોદરા શહેર/જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 4,722 મહિલાઓ અને 1,214 બાળકો ગુમ થવાની ફરિયાદો મળી છે, તે પૈકી 92 બાળકો હજુ લાપતા: ગૃહ મંત્રીશ્રીનો એકરાર

ગુજરાત siyasat ગાંધીનગર

આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્‍યાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખનો અમદાવાદ અને વડોદરા જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો આપવા બાબતનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં ગૃહ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, અમદાવાદ અને વડોદરા શહેર/જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 33,68,950 વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્‍યા છે, જે પૈકી અમદાવાદ શહેર/જિલ્લામાં 21,20,751 અને વડોદરા શહેર/જિલ્લામાં 12,48,199 ઈ-મેમો આપવામાં આવ્‍યા છે.

શ્રી શેખે જણાવ્‍યું હતું કે, સરકાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઈ-મેમો આપે છે પરંતુ વાહનચાલકોને સારા રસ્‍તાની સુવિધા આપતી નથી. અગાઉ સરકારે વિધાનસભામાં આપેલ માહિતી મુજબ, અમદાવાદ શહેર/જિલ્લામાં 26,72,509 ઈ-મેમો ઈસ્‍યુ કરવામાં આવેલ અને તે પેટે રૂા. 19.88 કરોડ જેટલી રકમ વસુલવામાં આવેલ છે. સરકાર દ્વારા ઠેર-ઠેર નાંખવામાં આવેલ કેમેરા સુરક્ષાના હેતુસર નાંખવામાં આવ્‍યા છે કે લોકોના ખિસ્‍સામાંથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પૈસા વસુલવા માટે તે સમજી શકાતું નથી. શહેરમાં જ્‍યારે કોઈ બનાવ બને ત્‍યારે જે-તે વિસ્‍તારમાં રસ્‍તા પરના કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે ત્‍યારે વાહનચાલકોને દંડવા માટે જ આ કેમેરા લગાવવામાં આવ્‍યા છે કે કેમ ? તેવો પ્રશ્ન શ્રી શેખે કર્યો હતો.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખનો અન્‍ય એક પ્રશ્ન અમદાવાદ અને વડોદરા જિલ્લામાં મહિલા અને બાળકો ગુમ થવા બાબતનો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, અમદાવાદ અને વડોદરા શહેર/જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 4,722 મહિલાઓ અને 1,214 બાળકો ગુમ થવાની ફરિયાદો મળી છે, તે પૈકી 92 બાળકો હજુ લાપતા છે

શ્રી શેખે જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથળી ગઈ છે. ‘સલામત ગુજરાત’ના ગાણા ગાતી તથા મહિલા સુરક્ષાની મોટી અને ખોટી વાતો કરતી ભાજપ સરકારના રાજમાં આજે મહિલાઓ અને બાળકો સુરક્ષિત રહ્‌યા નથી. ફક્‍ત અમદાવાદ અને વડોદરા એમ બે જ જિલ્લામાં 4,722 મહિલાઓ અને 1,214 બાળકો ગુમ થવાની ફરિયાદો મળી છે ત્‍યારે સમગ્ર રાજ્‍યમાં આ સંખ્‍યા ખૂબ મોટી થવા જાય છે. ગુમ થયેલ મહિલાઓ અને બાળકોને પરત લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થતી નથી.

(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)

An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism

To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net

Your little but timely support is needed۔

Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA
Also on Phone pay, Paytm,Google pay +91 9925531111

We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.

सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।

Regards,
Abdulhafiz Lakhani

editor@siyasat.net, Ahmedabad
GUJARAT INDIA