કોરોના ને મ્હાત કરતી રસી અંગે પ્રજામાં પ્રવતર્તી  શંકા ને દૂર કરવા મુખ્ય મંત્રી પહેલો ડોઝ લે:  MCC 

0
868
Siyasat.net web desk
 Ahmedabad    ભારત સરકાર દ્વારા દેશમાં તૈયાર થયેલી બે વેકસીનને ઇમરજન્સી અને મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત માઈનોરિટી કોરડીનેશન કમિટિ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે, “જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મંત્રી મંડળના સભ્યો અને તંત્રના અગ્રીમ અધિકારીઓ વેકસીનનો પહેલો ડોઝ લઈ દેશમાં ઉદાહરણ પૂરું પાડે”.
ગુજરાત માઈનોરિટી કોરડીનેશન કમિટિના કન્વીનર મુજાહિદ નફિસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં જ્યાં જ્યાં વેક્સીનને મંજૂરી મળી અને તેને લગાવવાની શરૂઆત થઈ ત્યાંનાં રાજ્ય/ રાષ્ટ્રના પ્રમુખ અને ત્યાનાં મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેથી ગુજરાતના 6.30 કરોડ લોકોના સ્વસ્થ્યની જવાબદારી મુખ્ય પ્રધાન પર હોવાથી મુખ્ય પ્રધાન, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યનાં પ્રશાસનના અગ્રિમ અધિકારીઓ વેક્સીનની પ્રથમ ડોજ લઈને દેશમાં એક ઉદાહરણ પ્રસ્તુત કરે, જેનાથી રાજ્યનાં લોકો વચ્ચે વેક્સીન પ્રત્યે વિશ્વાસ ઊભો થશે અને ગુજરાત આ બાબતમાં પણ મોડલ રાજય બનશે.
મુખ્યપ્રધાનને લખાયેલા પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલના દિવસોમાં 2 કંપનીઓને કોવિડ વેક્સીનની ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે આ બંને કંપનીઓ બીજી કંપનીની વેક્સીનને અયોગ્ય ગણાવવામાં લાગેલ છે. જેનાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. જેથી લોકોમાં વેક્સીનના આડ અસર શું હશે તે બાબતે એક ડરનો માહોલ ઊભું થયું છે.
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની – કોવિડશીલડ અને ભારત બાયોટેકની – કોવેકસીનને ઇમરજન્સી અને મર્યાદિત ઉપયોગ માટે DGCI દ્વારા રવિવારે મંજૂરી આપવામાં આવી છે.
(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based website, powered by Gujarat siyasat, fortnightly)